લોફટી ચોઇસ એ શુ છે?


વિદ્યાસાથી જે હાલ લોફટી ચોઇસ ના નામે જાણીતું છે  એ એક વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે , વિદ્યાર્થીઓ થકી  લોફ્ટી ચોઇસ ગ્રુપના અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ના  સહયોગ થી ચાલતી ઓનલાઈન મેગેઝીન છે, જે વિવિધ ક્ષેત્ર માં રહેલા વિદ્યાર્થી મિત્રો તથા અમારા ખાસ સમર્થક શિક્ષકો તકનીકી ઇજનેરો અને વડીલો ના સહકાર થી આ સંસ્થા વિદ્યાર્થી ને અભ્યાસ માં ટેકનોલોજી ની મદદ થી વધુ ને વધુ સારું અને સચોટ - સાચું જ્ઞાન મેળવવા માટે એક નાનકડો પ્રયાસ કરી રહી છે.

મિત્રો તમે જે રીતે જાણો છો કે ઈન્ટરનેટ આજ કાલ એક ખુબજ ઉપયોગી એવું શિક્ષણ નું સાધન બની ગયું છે પરંતુ જે રીતે એક વિદ્યાર્થી ને ઈન્ટરનેટ ના માધ્યમથી શિક્ષણ મેળવવામાં મુશ્કેલી  પડે છે તેના નિવારણ માટે અમે આ પહેલ કરી છે.


એક વિદ્યાર્થી ને ઈન્ટરનેટ ના માધ્યમ થી અભ્યાસ કરવા માં પડતી મુશ્કેલીઓ!


 • અત્યંત ખર્ચાળ ફિસ.
 • મોંઘા યંત્રો ખરીદવા તથા તેને મેન્ટેઇન કરવા.
 • અપૂરતી માહિતી.
 • સચોટ ઓથેન્ટિક માહાતી નો અભાવ
 • ખાસ કરીને દરેક કોર્સ નું ગુજરાતી મટીરીઅલ મળવું મુશ્કેલ.
 • ઑફલાઈન સપોર્ટ નો અભાવ.
 • સંપૂર્ણ દિશાદર્શન નો અભાવ.
 • ઓનલાઇન મટીરીઅલ ને  શાળા-સંસ્થામાં બધા સુધી પહોંચાડવામાં મુશ્કેલીઆ બધી મુશ્કેલી ના હલ માટે વિદ્યાસાથી કઈ રીતે મદદરૂપ થશે ?


- લોફટી ચોઇસ આપે છે,

 • તદ્દન મફત શિક્ષણ ઉપરાંત પ્રીમિયમ સેવાઓ.
 • મોંઘા યંત્રો ખરીદવાની જરૂર નથી તમારા મોબાઈલ ફોન કે ટેબ્લેટ માંથી જ શિક્ષણ.
 • જો વિદ્યાર્થી મિત્ર પાસે ટેબ્લેટ કે ઈન્ટરનેટ સુવિધા કશું જ ના હોય તો અમારા સાથી મિત્રો ની મદદ થી તે પણ ઉપલબ્ધ કરવી આપીશું.
 • અપૂરતી માહિતી ને બદલે અહીં આપ સાચી - સચોટ માહિતી અને  માર્ગદર્શન મેળવશો.
 • વધુ ને વધુ માહિતી ને ગુજરાતી માં ઉપલબ્ધ કરાવવા માટે નો પ્રયાસ.
 • જો કોઈ વિદ્યાર્થી મિત્ર ને તકલીફ પડે તો વિદ્યાસાથી ની ટિમ દ્વારા 24/7 ઓનલાઇન સપોર્ટ અને અમારા સાથી મિત્રો ની અનુકૂળતા મુજબ નો ઑફલાઈન સપોર્ટ ઉપલબ્ધ.
 • આમારી સાથે જોડાયેલી દરેક શાળા - સંસ્થા ને વિદ્યાસાથી તરફથી ટેકનોલોજી સપોર્ટ.
 • તો આ અમારા પ્રયાસ ને સફળ બનાવવા આપ શ્રી ના સહકાર માટે ધન્યવાદ.


જો તમે અમારી સાથે આ મિશન માં જોડાવવા માગતાં હોવ તો સંપર્ક કરો vivekteraiyavt@gmail.com  પર. full-width